ડાળ પર
એક સૂકું પાન છે ને એક માળો ડાળ પર,
ધોમ તડકો ઝીલતું, વીત્યો ઉનાળો ડાળ પર.
પાંખ ફૂટી, બાળ ઊડ્યાં દૂર દરિયાપાર, ને
વૃદ્ધ પંખી એકલું, ને આ ઉચાળો ડાળ પર.
પાંદડું પીળું થયું, ને ધ્રૂજતું ઊભું હતું,
કેટલો લાંબો હતો એ એક ગાળો ડાળ પર.
સૌ કહે, ‘એ આજ ખરશે,’ ને છતાં જો, ઝૂઝતું,
વીજળી ઝબકી, અને ત્યાં મેઘ કાળો ડાળ પર.
આ પરાગે જોઈ લીધું, પાન પણ મ્હેકી ગયું,
જીવવાનો ઢંગ એનો તો નિરાળો ડાળ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #પાનખર #ઘડપણ #ખાલીમાળો #જિજીવિષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Autumn #OldAge #EmptyNest #WillToLive #ParagRatanpara