← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રમત થઈ ઘણી, લે વિચારી હવે,
ન લટકાવ મુજને, નકારી હવે.

નકાબો ઘણા, ને ઘણા વેશ પણ,
બધાને જરા લે ઉતારી હવે.

ઘણી રાત ગણતાં ગયાં તારલા,
જરા ઊંઘમાં પણ ગુજારી હવે.

હતો દ્વાર પર હું ઘણા કાળથી,
મને નામ દઈને પુકારી હવે.

પરાગે કહી વાત ધીમે, કળી!
જરા પાંખડીઓ પસારી હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #નિર્ણય #પ્રતીક્ષા #સ્વીકાર #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #DecideNow #Waiting #Acceptance #LoveAndLonging #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઈ.સી.જી.આગલો લેખ →બારી પાછળ