← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્વપ્નમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ મળવા આવતો'તો હું કિનારે સ્વપ્નમાં,
ને મળી'તી તું ય મારા એ ઇશારે સ્વપ્નમાં.

આ જગતના બોજથી હું દિવસભર તૂટી પડું,
રાતભર ઊભો રહું છું કો' સહારે સ્વપ્નમાં.

મા નથી, એ વાતને વીતી ગયાં વર્ષો, છતાં
હા, હજી એ નામ મારું તો પુકારે સ્વપ્નમાં.

ઓફિસે સાહેબ ખીજે, ના મળે બઢતી કદી,
રોજ ચડતો હું પ્રમોશનના મિનારે સ્વપ્નમાં.

આ પરાગે પાનખરમાં બીજ વાવ્યાં શબ્દનાં,
ફૂલ ઊગ્યાં કોઈ અણધારી બહારે સ્વપ્નમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્વપ્ન #મા #પ્રેમ #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #MothersCall #Love #OfficeHumour #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપડછાયોઆગલો લેખ →દોરીની ફીરકી