← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દોરીની ફીરકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ રાતે
હું સાવ થાકી ગયો હતો —
નોકરીથી, શહેરથી, સંબંધોથી,
ને કદાચ
મારી જાતથી પણ.

અગાસી પર ગયો.
નીચે
આખું શહેર
ઝગમગતું હતું —
જાણે કોઈને મારી પડી જ ન હોય.

ત્યાં જ
બાજુના ધાબે
એક નાનકડી છોકરી
તૂટેલી પતંગ સાંધતી હતી —
ગુંદર વગર,
થૂંક લગાડીને.

એણે મને જોયો,
ને પૂછ્યું:
‘કાકા, દોરી છે?’

મેં ખિસ્સાં ફંફોસ્યાં.
દોરી નહોતી.
પણ એ રાતે
મને સમજાયું
કે હું હજી
કોઈકના કામનો છું.

સવારે
હું દોરીની એક ફીરકી લઈને
ધાબે પાછો ગયો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસ્વપ્નમાંઆગલો લેખ →ફરીથી