ફરીથી
પડી વીજ, ચકલી બનાવે ફરીથી,
તણખલું તણખલું સજાવે ફરીથી.
તણાયું બધું પૂરમાં, તોય ખેડૂત
ખભે ધૂંસરું એ લગાવે ફરીથી.
પડે બાળ, રડતું, પછી તોય પાછું
ડગી, એક ડગ એ ઉઠાવે ફરીથી.
ગયો પુલ પહેલા જ વરસાદમાં, પણ
નવી સિદ્ધિ મંત્રી ગણાવે ફરીથી.
પરાગે ઉજડતો બગીચો નિહાળ્યો,
હવે મ્હેક એને વસાવે ફરીથી.
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #ચકલી #ખેડૂત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #Sparrow #Farmer #Satire #ParagRatanpara