← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ રસોડે, આ ઝરૂખે, શ્વાસમાં છે મા હજી,
ધૂપ ને દીવા તણી આ વાસમાં છે મા હજી.

એ જ ચશ્માં, એ જ ગીતા, ને અધૂરું પાન એ,
એ અધૂરા શ્લોકના આભાસમાં છે મા હજી.

નોરતે આ ચોકમાં જ્યાં ઢોલ ધબકે રાતભર,
તાલ દેતા એક ધીમા રાસમાં છે મા હજી.

ભાત લઈ જાતી હતી એ ખેતરે જે વાટથી,
એ જ કેડીની કિનારે ઘાસમાં છે મા હજી.

આ પરાગે ઠોકરો ખાધી ઘણી પણ દર વખત
ઝાલતો જે હાથ, એ વિશ્વાસમાં છે મા હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #માતૃસ્મૃતિ #સ્મરણ #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #MothersMemory #Remembrance #Grief #EternalPresence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગઝલમાંઆગલો લેખ →મહોરું