← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તો એ જ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષ વીત્યાં, પણ હજી આ ઓસરી તો એ જ છે,
પાદરે ઊભી હતી જે, ટેકરી તો એ જ છે.

ખેતરે ટ્રેક્ટર ફરે છે, થઈ ગયું સઘળું નવું,
સ્વાદ માની રોટલીનો, બાજરી તો એ જ છે.

ઘર સુધી નળ આવિયા, કૂવા બધા પૂરાઈ ગ્યા,
તોય મા જે ઊંચકે, એ ગાગરી તો એ જ છે.

દીકરી ભણવા વિદેશે જઈ, ફરી આવી નવી,
તોય એના પગ મહીં એ ઝાંઝરી તો એ જ છે.

આ પરાગે આ નગરનો શોર વેઠ્યો, તોય પણ
ભીતરે જે વાગતી, એ બાંસરી તો એ જ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામ #વતન #મા #પરંપરા #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageVisit #Homeland #MothersKitchen #Tradition #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખારી ધરતીઆગલો લેખ →ભીંજાવાનું ગીત