નશો છે
અધર પર તમારે નિરાળો નશો છે,
નયનમાં ભરેલો રસાળો નશો છે.
બળે છે ધરા, ને ધખે છે બપોરો,
તમે સાથ હો તો ઉનાળો નશો છે.
ગયું સર્વ લૂંટાઈ તારી ગલીમાં,
થયો સાવ ખાલી, દિવાળો નશો છે.
હતું શાંત લોહી, નદી શાંત જેવું,
નજર બે મળી ને ઉછાળો નશો છે.
પરાગે ઉડાડી હવામાં સુગંધી,
જરા શ્વાસ લઈ, ને નિહાળો નશો છે.
– પરાગ રતનપરા
#ગઝલ #નશો #પ્રેમ #શૃંગાર #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #IntoxicatedByLove #RomanticGhazal #Longing #Ecstasy #ParagRatanpara