ચાલશે
શાક ખાટું, ખીર ખારી, દાળ મોળી ચાલશે,
પ્રેમથી જો પીરસો, તો વાત ભોળી ચાલશે.
ડૉક્ટરે કીધું: ‘ઘટાડો ખાંડ, મીઠું, તેલ, ઘી,’
હું કહું: ‘સાહેબ, આપો એક ગોળી, ચાલશે!’
લગ્નમાં ડીજે નહીં, ને બેન્ડ ના, ઘોડો ય ના,
નાચતી, ગાતી, હસંતી ગામ-ટોળી ચાલશે.
રંગ મોંઘા, જળ ય ઓછું, તોય ના ચિંતા કરો,
ધૂળ-માટીથી ય રમશું, ગામ-હોળી ચાલશે.
આ પરાગે માગણી બહુ ના કરી ઈશ્વર કને,
મ્હેક ભરવા બસ ફકીરી, એક ઝોળી ચાલશે.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #સંતોષ #સાદગી #મસ્તી #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Contentment #SimpleLiving #JoyOfLife #ParagRatanpara