← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચૂપ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરબજારે લૂંટ થઈ ને આ નગર પણ ચૂપ છે,
ન્યાયનો ઘંટ જ નહીં, આખી સદર પણ ચૂપ છે.

છાપરેથી સૌ કરે ભાષણ ઘણાં ઊંચા સ્વરે,
વાત આવે સત્યની ત્યાં હર અધર પણ ચૂપ છે.

લાશ રસ્તે છે, બધા ફોટા પડાવે ઠાઠથી,
ને સવારે છાપમાં એની ખબર પણ ચૂપ છે.

એક જણ બોલ્યો હતો આ ચોકમાં બહુ વર્ષ પર,
આજ એની સાવ સૂની આ કબર પણ ચૂપ છે.

મૌન રાખીને પરાગે વર્ષ વીતાવ્યાં, છતાં
હા, કલમ બોલી પડી, બાકી જિગર પણ ચૂપ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મૌન #અન્યાય #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SilentCrowd #Injustice #VoiceOfThePen #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખલાગે મનેઆગલો લેખ →ભીંડા