ભણી
હલેસું ઉપાડો, કિનારા ભણી,
નજર રાખજો એ સિતારા ભણી.
ભલે ઘોર અંધાર છે ચોતરફ,
જવું દીવડાના ઇશારા ભણી.
હતો સાથ સૌનો, ગયો એ ય, ને
હવે એકલો હું ઉતારા ભણી.
ન દર્શન, ન પૂજા, ગયા સૌ જનો
હતા ફોનમાં, બસ નજારા ભણી.
પરાગે કરી એકલી આ સફર,
ન જોયું કદી એ સહારા ભણી.
– પરાગ રતનપરા
#ગઝલ #સફર #હિંમત #એકલતા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Journey #Courage #SoloPath #Satire #ParagRatanpara