કુલ ૨૦૨૨ લેખ · પાનું ૧૯ / ૪૧
મળે બીજ તો હું પહાણે ઉગાડું, ગુલાબો ય સૂના મશાણે ઉગાડું.
હૃદયના જ ઘાવે બને છે ગઝલ, નથી શબ્દ-દાવે બને છે ગઝલ.
રડી પણ ના, છતાં ભીની રહી એ આંખને ખમ્મા, ઉછેરી, ને ઉડાડી દે, જનેતા-પાંખને ખમ્મા.
અહીં દીવડો પણ હવાથી ડરે છે, વિહગ પણ હવે તો દિશાથી ડરે છે.
નથી માગતા સૂર્ય, બે શ્વાસ આપો, ન મ્હેલો, ન સોનું, જરા વાસ આપો.
ડામરી રસ્તા થયા ને ઓટલો બચ્યો નથી, ઝાડ પાડ્યાં, ને હવે તો છાંયડો બચ્યો નથી.
આંગણે તુલસી સુકાણી, હો! વહેલા આવજો, ઓરડા અંધારિયા છે, રંગ-છેલા આવજો.
ડાળ જેવો ફળ ભરીને ભારથી ઝૂકી ગયો, દાદ ઝીલી, ને સહજ ઉપકારથી ઝૂકી ગયો.
ફૂલ બે, ને મૌન બે પળ, નોકરી ભૂલી જશે, રોજ સાંજે બેસતો જ્યાં, ઓસરી ભૂલી જશે.
ઘંટડી ના, દીવડો ના, આજ પૂજા ઍપમાં, ચારધામોની કરો સૌ રોજ યાત્રા ઍપમાં.
પ્રેમ પૂરો થઈ ગયો, તો ચાંદ-રાતો ગણ નહીં, કેટલી મીઠી હતી, એ સાથ-વાતો ગણ નહીં.
હસીને મેં હૃદયનું દર્દ ગીતોમાં છુપાવ્યું છે, પરાજયનું હતું જે દુઃખ, જીતોમાં છુપાવ્યું છે.
બોલવાનું તો ઘણું છે, સાંભળીને ચૂપ છું, આંખમાં હિમ જેમ ધીમે ઓગળીને ચૂપ છું.
‘લોટરી લાગી તમોને!’ — આ ઇનામી લિંક છે, ‘ક્લિક’ કરો, ને બૅંક ખાલી! આ હરામી લિંક છે.
તમારા લબોની ય મીઠાશ ચાખી, વિદાયે પછી રોજ ખારાશ ચાખી.
ગંધને ચાખી શકું, ચાખી શકું વરસાદને, ટેરવે બેઠેલ ઝાકળના નવા સંવાદને.
ફાનસે જાગી રહી બા, ગોદડી સાંધી હતી, ને પછી મેં એ જ ટાંકે જિંદગી સાંધી હતી.
હવે તો નોટ પર બેઠા, બધે ખિસ્સે હસે ગાંધી, ઉસૂલો તો તિજોરીમાં નથી, તોયે ગમે ગાંધી.
તું ગયો ને ઓસરીનો હીંચકો સૂનો થયો, સાંજ પડતાં ગાજતો એ ડાયરો સૂનો થયો.
કરી આંખ-કાજળ તને સાચવું, બની પર્ણ-ઝાકળ તને સાચવું.
હાર ખાશું લાખ વેળા, હારથી ઊભા થશું, ભાર વેઠીશું, પછી એ ભારથી ઊભા થશું.
ભીડમાં ભીંસાઈ, લટકી, છે ગુજારો ટ્રેનમાં, હાથમાં હેન્ડલ પકડ, બસ એ સહારો ટ્રેનમાં.
થાક લાગે, તો પછી આરામથી લખજે મને, કેટલો થાકી જતો તું કામથી, લખજે મને.
નથી સાકી, નથી પ્યાલો, ભલે બેહાલ મસ્તી છે, ગમે તે હાલ હો, તોયે સદા ખુશહાલ મસ્તી છે.
ઝૂલતા’તા બાળપણમાં, હીંચકાનું દોરડું, ને જુવાનીમાં સદાયે વાછડાનું દોરડું.
આ નવોઢાનો લજાતો, આ ગુલાબી હાથ છે, આ ભરેલો જામ ઝાલી, ત્યાં શરાબી હાથ છે.
રાય ને રંકો બધાયે રાખમાં સરખા થયા, ચીંથરાં ને શાલ, બંને ખાખમાં સરખા થયા.
નથી ચિઠ્ઠી, નથી ઘંટી, અને આવી ખરી દોસ્તી, ઉદાસી જોઈ આંખોમાં, હથેળીમાં ભરી દોસ્તી.
વાગવા માટે જ તો આ ઢોલકું પોલું પડે, એકતારે ગાય, તેથી તુંબડું પોલું પડે.
હાથ લંબાવું અને કો’ હાથ ઝાલે સાથમાં, ઠોકરો, ખાડા, ચડાણો — કોઈ ચાલે સાથમાં.
બાટલામાં બંધ થઈને આ હવા વેચાણમાં, ને હવાથી જે થયા માંદા, દવા વેચાણમાં.
આજ ના તો કાલ પાછો આવશે, માની લઉં, રોજ મૂકું એક થાળી, ભાવશે, માની લઉં.
નિશાળો ફૅક્ટરી થઈ ગઈ, બધે ડૉક્ટર બનાવે છે, હતો જે ચિત્રનો રસિયો, ઘસી ટૉપર બનાવે છે.
નથી મારું કશુંયે, શ્વાસની વણઝાર તારી છે, ઉતારો છે ઘડીભરનો, અહીં દીવાર તારી છે.
મોત, તારાથી નથી ડર, લે, સવારે આવ તું, નાવ લઈ મઝધારમાં ના, બસ કિનારે આવ તું.
ક્યારની હું રાહ જોઉં, તું ય દોડી આવ ને, બંધનો સૌ, લોક-લજ્જા, આજ છોડી આવ ને.
આંખમાં, ભીંતે, હવામાં, ફૂલ-ડાળે ભેજ છે, બારણું ખૂલે નહીં, જામેલ તાળે ભેજ છે.
ગયું જે બાળપણ, એની જ નાદાની ફરી ક્યાં છે? ભરી’તી જે જુવાને, એ જ દીવાની ફરી ક્યાં છે?
રાત આખી હું ગણું છું આભ-તારા, ઊંઘ ક્યાં? છાપરે ટપકે સતત વરસાદ-ધારા, ઊંઘ ક્યાં?
નથી ધન-ધાન માગ્યું મેં, નિરાંતી રાત માગું છું, નથી ગ્રંથો, નથી ભાષણ, ઘડીભર વાત માગું છું.
રાતભર મેં જે દબાવ્યું, એ છલક્યું આંસુ થઈ, આંખના ખૂણે અચાનક જે ઝળક્યું આંસુ થઈ.
વાવઝોડાં આવશે, ને દ્વાર દીવા રાખશું, હોલવે એ જ્યોત, તોયે આંખ આશા રાખશું.
ફાઈલો સૂતી પડી છે, ઊંઘતા સાહેબ છે, જી-હજૂરી સૌ કરે છે, બોલતા સાહેબ છે.
દ્રૌપદી પોકારતી: ઓ કૃષ્ણ, ક્યારે આવશે? ને સભા જોતી રહી, તો કોણ ત્યારે આવશે?
તું પછાડી, હું જ આગળ, બેઉ ફરતાં સ્કૂટરે, વાળ તારા ઊડતા, ને ખૂબ હસતાં સ્કૂટરે.
નથી કાગળ, નથી શાહી, સુરીલું ગાન કવિતા છે, પળે પળ જાતને ભૂલું, મજાનું ધ્યાન કવિતા છે.
ચણી દીવાલ, વચ્ચેથી બધું આંગણ વહેંચાયું, હતા જે એક થાળીમાં, હતું બચપણ, વહેંચાયું.
તેં નજર નીચી કરી, ત્યાં ચાંદની ઢળતી રહી, ને પવનના એક ઝોકે ઓઢણી ઢળતી રહી.
પ્રેમપત્રો ક્યાં હવે? સઘળું લખાયું ફોનમાં, ‘બ્લૉક’ કીધું એક દી, ને દિલ કપાયું ફોનમાં.
શબ્દ મારા, હોઠ મારા, સૂર-વાણી તું, સખા, પ્યાસ મારી, હાથ મારા, ઝરણ-પાણી તું, સખા.