← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રફૂ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાનસે જાગી રહી બા, ગોદડી સાંધી હતી,
ને પછી મેં એ જ ટાંકે જિંદગી સાંધી હતી.

વાવઝોડે છાપરાં ઊડ્યાં છતાં હિંમત ધરી,
ધૈર્યના દોરે અમે આ ઝૂંપડી સાંધી હતી.

છેડલો ફાટ્યો હતો તારો વિદાયે, તોય મેં
યાદના તારે ફરી એ ઓઢણી સાંધી હતી.

છાપરું ચૂતું હતું, નેતા પધાર્યા ઠાઠથી,
છાપરાની વાત ભૂલ્યા, ચૂંટણી સાંધી હતી!

શબ્દની સોયે, પરાગે, વાક્ય ટાંક્યાં રાતભર,
એમ ત્યારે એક ફાટી લાગણી સાંધી હતી.

– પરાગ રતનપરા

#ગઝલ #રફૂ #માનીગોદડી #ધીરજ #જીવનસંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Darning #MothersQuilt #Resilience #MendingLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખધૂળનો સ્વાદઆગલો લેખ →ચોકીદાર