અભાવ
તું ગયો ને ઓસરીનો હીંચકો સૂનો થયો,
સાંજ પડતાં ગાજતો એ ડાયરો સૂનો થયો.
એ જ ખુરશી, એ જ છાપું, એ જ ચાનો કપ છતાં,
ફેરવે ના કોઈ પાનાં, ઓટલો સૂનો થયો.
ઝૂલતું’તું જે ફળીમાં હાસ્ય તારું ખડખડાટ,
એ વગર આખોય ઘરનો માંડવો સૂનો થયો.
ખેતરેથી સાંજ ઢળતાં આવતો તું ગાય લઈ,
એ ધણી વિણ આજ આખો ગોંદરો સૂનો થયો.
ફૂલ તો ખીલે પરાગે, તોય સૌરભ ક્યાં હવે?
વડ ગયો, ને સાથ આખો છાંયડો સૂનો થયો.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #અભાવ #સ્મૃતિ #ખાલીઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #Absence #Grief #EmptyHome #ParagRatanpara