તને સાચવું
કરી આંખ-કાજળ તને સાચવું,
બની પર્ણ-ઝાકળ તને સાચવું.
ન જાણે જમાનો, ન જાણે સગાં,
લખી ગુપ્ત કાગળ તને સાચવું.
તને તાપ લાગે ન આ જેઠનો,
બની મેઘ-વાદળ તને સાચવું.
હશે ધૂપ કાળી, હશે લૂ છતાં,
રહી ગામ-પીંપળ તને સાચવું.
પરાગે કશું ના બચાવ્યું, હવે
નવી એક કૂંપળ તને સાચવું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #જતન #છુપોપ્રેમ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #ProtectiveLove #SecretLove #Devotion #Tenderness #ParagRatanpara