← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મસ્તી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી સાકી, નથી પ્યાલો, ભલે બેહાલ મસ્તી છે,
ગમે તે હાલ હો, તોયે સદા ખુશહાલ મસ્તી છે.

નમે ના તાજની સામે, ન સિક્કાનાં ઢગે ઝૂકે,
ખિસાં ખાલી, છતાં આખી ય માલામાલ મસ્તી છે.

ભલે ધરતી બધી ધ્રૂજે, ભલે તૂટે બધા તારા,
અમારી આસપાસે તો ખડી દીવાલ મસ્તી છે.

કદી કંકર, કદી શંકર, બધું સરખું અમારે મન,
ગમોમાં ગીત ગાવાનું, હસી હરહાલ મસ્તી છે.

પરાગે ફૂલ ખરવાની કશી પરવા નથી કીધી,
ખરીને પણ સુગંધે ઊડવું — એ ન્યાલ મસ્તી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ફકીરી #મસ્તી #ખુમારી #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #FakirSpirit #Ecstasy #Sufiyana #InnerJoy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલખજે મનેઆગલો લેખ →ચાળીસમે માળે