← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાળીસમે માળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાળીસમા માળની
કાચની દીવાલ પર
દોરડે લટકતો રામુ
કાચ લૂછે છે.

અંદર
એ.સી.ની ઠંડકમાં
કંપનીના ચૅરમેન
ગ્રાફ જુએ છે —
ઊંચે ચડતી લાલ રેખા.

રામુ જુએ છે નીચે —
કીડી જેવી ગાડીઓ,
ટપકાં જેવા માણસો,
ને ક્યાંક ફૂટપાથ પર
પોતાની ઝૂંપડી.

બેય વચ્ચે
બસ એક કાચ છે:
એક બાજુથી ચોખ્ખો,
બીજી બાજુથી ધૂંધળો.

સાંજે
રામુ નીચે ઊતરે છે,
ચૅરમેન ઉપર.

ઊંચાઈ
કોની પાસે વધારે હતી —
એ તો પેલું દોરડું જાણે,
જેણે આખો દિવસ
રામુના શ્વાસ
ઝાલી રાખ્યા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમસ્તીઆગલો લેખ →ભાઈબંધ