← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બને છે ગઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૃદયના જ ઘાવે બને છે ગઝલ,
નથી શબ્દ-દાવે બને છે ગઝલ.

ન કૌશલ્યથી, ના અલંકારથી,
સહજ કોઈ ભાવે બને છે ગઝલ.

ગરીબી, તરસ, ભૂખ ને ચીસના
ધખેલા જ લાવે બને છે ગઝલ.

ભલે દાદ મળતી, ભલે શાલ પણ,
ન એ ભાવ-તાવે બને છે ગઝલ.

પરાગે ન રાખી કશી કાળજી,
સુમનના સ્વભાવે બને છે ગઝલ.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિતા #સર્જન #સંવેદના #સહજતા #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatMakesAPoem #Creativity #Sensitivity #Spontaneity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજંગલી ફૂલઆગલો લેખ →સપનામાં