ઢળતી રહી
તેં નજર નીચી કરી, ત્યાં ચાંદની ઢળતી રહી,
ને પવનના એક ઝોકે ઓઢણી ઢળતી રહી.
ઓરડે દીવો બળે, ને બોલવું ભૂલી ગયાં,
રાતભર એ કોડિયાની રોશની ઢળતી રહી.
શબ્દ તો એકેય ના બોલ્યાં અમે એ સાંજના,
આંખથી આંખે છતાં, બસ લાગણી ઢળતી રહી.
દૂર મંદિરમાં હતું ઝીણું ભજન, ને સાંજ પણ,
એ જ સૂરે આપણી પણ રાગિણી ઢળતી રહી.
આ પરાગે ગીત ગૂંથ્યું, આપણા એ સાથનું,
ને સુગંધે ભીંજવી, એ યામિની ઢળતી રહી.
– પરાગ રતનપરા
#ગઝલ #પહેલોપ્રેમ #શરમ #મૌન #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #ShyGlance #SilentLove #Togetherness #ParagRatanpara