← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી માગતા સૂર્ય, બે શ્વાસ આપો,
ન મ્હેલો, ન સોનું, જરા વાસ આપો.

કથા સાંભળી, ને ભજન પણ ઘણાંયે,
હવે બાળકોને ખરું હાસ આપો.

ઉદાસી ગમાણે, ધરા સાવ તરસી,
હવે ઢોરને એક મુઠ ઘાસ આપો.

વચન સૂર્યનાં ભાષણે ભાષણે, પણ
હવે દીવડાની જરી આસ આપો.

પરાગે ગઝલમાં ઉજાસો ભરીને
હવે આંગણે દીપનો રાસ આપો.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #ગરીબી #અજવાળું #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #PrayerOfThePoor #LightForAll #Hope #SimpleNeeds #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકોણ કહે હું કડકો?આગલો લેખ →બચ્યો નથી