ડરે છે
અહીં દીવડો પણ હવાથી ડરે છે,
વિહગ પણ હવે તો દિશાથી ડરે છે.
નથી પાપ કીધું, છતાં જીવ મારો
કશી આવનારી સજાથી ડરે છે.
ગજાવે સભા જે, ભરી ભીડ સામે,
ઘરે એ જ વેલણ-કથાથી ડરે છે.
લડે શત્રુ સામે, ન પાછો પડે જે,
ઘરે દીકરીની વિદાથી ડરે છે.
પરાગે ન રાખ્યો કશો ડર, છતાં એ
ગઝલ સાવ ઓછી વ્યથાથી ડરે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ડર #ભય #દીકરી #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Fear #HiddenFears #DaughtersFarewell #HumourAndPathos #ParagRatanpara