← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લોકલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડમાં ભીંસાઈ, લટકી, છે ગુજારો ટ્રેનમાં,
હાથમાં હેન્ડલ પકડ, બસ એ સહારો ટ્રેનમાં.

બારણે લટકી જુએ છે કોઈ દરિયો એકલો,
આ નગરમાં એક એનો એ નજારો ટ્રેનમાં.

કોઈ ગાતું ભજન, ને કો તાલમાં તાળી દિયે,
માગતો ભિક્ષા વળી અંધો બિચારો ટ્રેનમાં.

આંખમાં સપનાં અને ખિસ્સાં બધાં ખાલી છતાં,
આંખ મીંચી ઊંઘતો કાલે સિતારો ટ્રેનમાં.

એક ડબ્બામાં સમાયો દેશ આખો, ઓ પરાગ,
ધર્મ, ભાષા, જાત ભૂલી, છે ઉતારો ટ્રેનમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #મુંબઈ #લોકલટ્રેન #મહાનગર #સપનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #MumbaiLocal #CityLife #DreamsOnRails #Unity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકૅલેન્ડરઆગલો લેખ →લખજે મને