← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૅલેન્ડર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવું વરસ આવ્યું.
ભીંત પર નવું કૅલેન્ડર ટાંગવા
જૂનું ઉતાર્યું.

ડિસેમ્બરના પાના પર
બાના અક્ષર હતા —
‘૧૨: દૂધવાળાને ૨૩૦ આપ્યા.’
‘૧૭: દવા લાવવાની.’
‘૨૯: મુન્નાનો જન્મદિવસ — શીરો.’

પચીસ પછી
એ અક્ષર
અટકી ગયા.

નવું કૅલેન્ડર ચળકતું છે,
દેવ-દેવીઓનાં ચિત્રોવાળું,
એનાં બધાં ખાનાં
ખાલી.

પણ જૂનું
હું ફેંકી શકતો નથી.
ઓગણત્રીસના ખાનામાં
હજી
શીરો
ગરમ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઢાળ્યો છે ખાટલોઆગલો લેખ →લોકલ