આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૧૦ / ૪૧
ગગન ખોલી, ઘટા ઘેરી, ધરા પર આ કૃપા વરસે, તરસતા જીવ પર જાણે ઉપરથી મા-દયા વરસે.
તમારા વિણ ભરેલી થાળનું ભાણું અધૂરું છે, તિજોરી સાત તાળાંની, છતાં નાણું અધૂરું છે.
ના દરશ, ના વાત, બસ ઝીણો ઇશારો દે મને, ડૂબતો છું, તું જરા આવી કિનારો દે મને.
હોઠ પર હાસ્યો રમે, ને ભીતરે દેખાય ના, દીપ ઝળહળ, તોરણો પણ, ઉંબરે દેખાય ના.
તટે ના મળે એ રવાની મજા, ફરી ક્યાં મળે છે જવાની મજા?
ઘોર અંધારે ય પંખીએ ક્ષણે ગાયું હતું, પ્યાસથી ફાટેલ હોઠે પણ રણે ગાયું હતું.
ગામની વહુઆરુ રોજે ડુંગરે પાણી ભરે, ને નવોઢા આંસુ લૂછી સાસરે પાણી ભરે.
ઘણું ના હતું, તોય થાળી સજાવી, ગયાં ફૂલ, પાને ય ડાળી સજાવી.
ભીંજતી આંખો છુપાવે, એ જ તો બસ બાપ છે, રોશનીમાં ઘર હસે, પાછળ બળેલો તાપ છે.
સહી સો સિતમ, તોય હસતી હજી પણ, ઘરે દીવડો થઈ ય બળતી હજી પણ.
કામ છે ત્યાં સુધી કામનો પ્રેમ છે, નામ ઊંચું થતાં નામનો પ્રેમ છે.
હું ભલે ભૂલું તને, પણ લાજ મારી રાખજે, આવતાં મોડું થશે, તું એક બારી રાખજે.
નાચતી મીરાં ગલીમાં, એ જ ઘેલી બંદગી, ભેદ વિણ સૌ પર પડે, એ મેઘ-હેલી બંદગી.
સ્વપ્ન જોતાં જિંદગી ગઈ, જાગતાં મોડું થયું, બાપુની માફી હતી, પણ માગતાં મોડું થયું.
ઉંમરે ધીમે રહીને દર્પણે ઝાંખો થયો, ઘર જ મારું, પણ હવે હું આંગણે ઝાંખો થયો.
કદી ફૂલથી ઘાવ, એવું બને, નદી ને છતાં પ્યાસ, એવું બને.
રણ વચોવચ ઝાંઝવાંના આ નજારા છેતરે, ચૂંટણી ટાણે બધાને જોર-નારા છેતરે.
ગઝલની રાત છે આજે, પિયાલી દે ફરી સાકી, હજી તો ચાંદ ઊગ્યો છે, ન જા છોડી જરી સાકી.
ભીડમાં લાખો મળે, પણ એક પ્યારો દોસ્ત છે, ઝેર પીને જે હસાવે, એ જ ન્યારો દોસ્ત છે.
ગગનમાં હવે ચાંદ મસ્તી કરી લે, ઘડી વાદળાં સાથ કુસ્તી કરી લે.
નથી ઘર, નથી થાળ, ખાલી ફકીરા, છતાં મસ્ત, મોજે ય મ્હાલી ફકીરા.
જગત બોલકું, પણ ગલી મૌન છે, અધૂરી, અબોલી, કળી મૌન છે.
પિતા જ્યાં ગયા, ભાઈ ખેતર વહેંચ્યું, પછી ઓરડા, ભીંત, ઉંબર વહેંચ્યું.
આંખ ભીની મુલાકાતની યાદમાં, ટેરવાં ઝણઝણે હાથની યાદમાં.
તું કહે ‘આવીશ’, ત્યાંથી આંગણું શણગારમાં, ઓસરી ઊભી રહી છે ક્યારની તૈયારમાં.
દૂરથી જળ ઝગમગે ને આ કિનારા છેતરે, આંખ જેને ઝંખતી, એવા નજારા છેતરે.
હવે પડઘા વગર ચાલે મજાની વાત એકાંતે, મળે છે આયને જેવી મને મુજ જાત એકાંતે.
રાહ પર ઊભા હતા, સૌને જ અંતર ચીંધતા, ક્યાંય ગ્યા ના, ને બધાને રોજ પાદર ચીંધતા.
શાલ શ્રીફળ ને છબી, બસ નામનું સન્માન છે, હું જ વક્તા, હું પ્રમુખ, ને ગામનું સન્માન છે!
નામ બે, ને એક દિલ, એ કોતરેલા બાંકડે, સાંજ પણ બેસી રહે છે, વીસરેલા બાંકડે.
આંખની ભીનાશને હસતાં છુપાવી બાપુએ, દીકરીની જાનને હરખે વળાવી બાપુએ.
રોડ પર ઘાયલ તરફડે ને બધા જોયા કરે, ફોન ઊંચા, શ્વાસ નીચા — આ સભા જોયા કરે.
હથેળી હતી, કે બળેલી દુઆ, ઘરો કેટલાંમાં ચણેલી દુઆ.
અચાનક મળી નજર, સંયોગ છે, હવે આપણી ઉમર, સંયોગ છે.
અધૂરી એક કવિતા રોજ મધરાતે જગાડે છે, કદી ઝાંઝર, કદી ઝૂલો, કદી વાતે જગાડે છે.
બંધ હૈયાનાં તમે આ દ્વાર ખોલો તો ખરા, મૌન તોડી એક મીઠું વેણ બોલો તો ખરા.
આ જમાનો રોજ બોલે છે, વફા અફવા હતી, ને પુજારી પણ કહે છાનું, ખુદા અફવા હતી.
ઘર અમારાં ક્યાં હતાં? આ આંગણાં ભાડે હતાં, રોજ ખખડાવે ધણી જે, બારણાં ભાડે હતાં.
આજ તો ફુરસદ નથી, બસ, લ્યો, હસીશું કાલથી, ગામ જઈ, ઘરડાં થયેલાંને મળીશું કાલથી.
હું જ મારો ચોર છું, આ વેદના કોને કહું? મેં જ લૂંટ્યો આ ખજાનો, યાતના કોને કહું?
શંખના ઘોષે ય ગુંજે રાગિણી રાધા હતી, રેશમી પીતાંબરે આ ઓઢણી રાધા હતી.
ચોક વચ્ચે પૂતળું, ને એ બળે છે દર વરસ, ભીતરે બેઠો દશાનન, એ છળે છે દર વરસ.
આંસુ ઢાંકી રંગથી, હર અવસરે હસવું પડે, આગ સળગે છે ભલે ને ભીતરે, હસવું પડે.
સવારે સૂર્ય ઝાંખો છે, હવાઓમાં ધુમાડો છે, ન તારા છે, ન ચાંદો છે, દિશાઓમાં ધુમાડો છે.
કુંજો ગયાં'તાં દૂર, ને ટાણે ફરી પાછાં વળે, ને આંસુઓ પાંપણ લગી આવ્યાં, સરી પાછાં વળે.
હસે છે ઉંબરે રંગીન રંગોળી નવા વર્ષે, ફટાકા ફોડતી આવી ગલી-ટોળી નવા વર્ષે.
ક્યારનો ઊભો કતારે, કેટલી ધીરજ ધરું? રોજ ‘બસ, કાલે’ સુણું, હું આટલી ધીરજ ધરું?
ના ચડે એ હારમાં, બસ વાડમાં ખીલ્યાં કરે, કોઈ ના સીંચે, છતાં એ ઝાડમાં ખીલ્યાં કરે.
હવે ચકલી જ આવીને કરે છે ગાન બારીએ, ગયા છે સૌ, હવે એ બા ધરે છે ધ્યાન બારીએ.
હતું જે બાળપણનું ઘર, સકળ એ ધામ વેચાયું, ઝરૂખો, હીંચકો, ખીંટી, અને સૌ ઠામ વેચાયું.