← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વગડાનાં ફૂલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ચડે એ હારમાં, બસ વાડમાં ખીલ્યાં કરે,
કોઈ ના સીંચે, છતાં એ ઝાડમાં ખીલ્યાં કરે.

ધૂપ, ઝાકળ, વાયરાના ઝાપટાં ઝીલી બધાં,
આપમેળે, ને સ્વયંના લાડમાં ખીલ્યાં કરે.

રેલના પાટે, ઉકરડે, ધૂળમાં, રસ્તા ઉપર,
જ્યાં જગા મળતી, તિરાડે, ખાડમાં ખીલ્યાં કરે.

ના છબી, ના નામ, તોયે મા સમાં મૂંગાં બધાં,
ઓરડાના કોઈ ખૂણે, આડમાં ખીલ્યાં કરે.

આ પરાગે પણ ગઝલ, લ્યો, મંચ માટે ના રચી,
હાર-તોરા, વાહ-વાહી ભાડમાં, ખીલ્યાં કરે.

– પરાગ રતનપરા

#ગઝલ #વગડાનાંફૂલ #અનામી #નિઃસ્વાર્થ #જીજીવિષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Wildflowers #UnsungHeroes #Selflessness #Resilience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખધીરજઆગલો લેખ →બારી