← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઝલની રાત છે આજે, પિયાલી દે ફરી સાકી,
હજી તો ચાંદ ઊગ્યો છે, ન જા છોડી જરી સાકી.

ઘણા પંડિત, ઘણા મૌલા, ઘણા ઉપદેશકો આવ્યા,
ખરું તો જ્ઞાન તેં આપ્યું, પિયાલી જ્યાં ધરી સાકી.

અહંના ભારથી ડૂબ્યાં, જહાજો કૈંક મોટાં પણ,
નમીને જે ગયો તારે, હસીને એ તરી સાકી.

ઘણી ચિંતા, ઘણા ઝઘડા, ઘણાં વળગણ હતાં મનમાં,
નશો એવો હતો તારો, બધી પીડા હરી સાકી.

પરાગે જિંદગી આખી નશામાં ગાઈ, ને અંતે
ગઝલના જામમાં ડૂબી, હસીને એ ઠરી સાકી.

– પરાગ રતનપરા

#ગઝલ #સાકી #મયખાનું #સૂફી #નશો #પરાગરતનપરા
#GujaratiGhazal #Saqi #Tavern #SufiPoetry #DivineIntoxication #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછેતરેઆગલો લેખ →સવાલ-જવાબ