બાંકડો
નામ બે, ને એક દિલ, એ કોતરેલા બાંકડે,
સાંજ પણ બેસી રહે છે, વીસરેલા બાંકડે.
દર વરસ આવી નવાં નામો ઉપર નામો પડે,
પ્રેમ પણ થર થર જમે છે, સાચવેલા બાંકડે.
આંગળીઓ ત્યાં અડી'તી એક ક્ષણ, ને ત્યારથી
રોજ સૂરજ ઊગતો એ આથમેલા બાંકડે.
લાકડી લઈ આજ આવ્યો, એ જ પાછો બાગમાં,
ટેરવાથી હું ઉકેલું ઓગળેલા બાંકડે.
આ પરાગે ત્યાં લખેલું નામ આજે ક્યાં જડે?
મ્હેક થઈને એ વસે છે ભીંજવેલા બાંકડે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #કૉલેજનીયાદ #બાંકડો #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #CollegeDays #ParkBench #Memories #ParagRatanpara