છત્રી
છેલ્લી વાર આપણે મળ્યાં
ત્યારે બહાર વરસાદ હતો,
ને તું તારી છત્રી
મારે ઘેર ભૂલી ગઈ હતી.
ત્યાર પછી
કેટલાંય ચોમાસાં આવ્યાં ને ગયાં.
હું ભીંજાતો રહ્યો,
શરદી થઈ, તાવ આવ્યો,
બાએ ઠપકો પણ આપ્યો.
પણ એ છત્રી
મેં એક વાર પણ ઉઘાડી નથી.
ખબર નહીં કેમ,
મને લાગે છે
એની ગડીઓમાં
હજી પેલો છેલ્લો વરસાદ
વાળીને મૂકેલો છે.
– પરાગ રતનપરા