← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદની મસ્તી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગગનમાં હવે ચાંદ મસ્તી કરી લે,
ઘડી વાદળાં સાથ કુસ્તી કરી લે.

નગર ઊંઘતું, ને ગલી સાવ સૂની,
સિપાહી બની રાત ગસ્તી કરી લે.

પરોઢે જરા આંખ ઘેરાય એની,
પહાડો પરે સૂઈ સુસ્તી કરી લે.

બધા ચાંદ પર ગીત લખતા સદા, ને
છતાં ચાંદ એની જ પસ્તી કરી લે.

પરાગે ગઝલ ચાંદને જઈ ધરી તો,
કહે: ‘એ જ મારી ય હસ્તી કરી લે!’

– પરાગ રતનપરા

#ગઝલ #ચાંદ #રાત #કવિતા #હળવીગઝલ #પરાગરતનપરા
#GujaratiGhazal #PlayfulMoon #MoonlitNight #PoetsAndMoon #LightVerse #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફરી મારું શહેરઆગલો લેખ →અરે, કોઈ તો…