અરે, કોઈ તો…
અરે, કોઈ તો
આ ઘડિયાળને કહો
કે થોડી વાર
ઊભી રહે.
બા હમણાં જ
ઊંઘી છે,
ઘણા દિવસ પછી,
દુખાવા વગર.
દવાનો સમય
થવા દો,
ડૉક્ટરનો ફોન
રણકવા દો,
સવાર
પડવા દો —
પણ અત્યારે,
આ એક પળ,
બાના ચહેરા પર
જે શાંતિ છે,
એને
અરે, કોઈ તો
ફ્રેમમાં મઢી લો.
– પરાગ રતનપરા