મોડું થયું
સ્વપ્ન જોતાં જિંદગી ગઈ, જાગતાં મોડું થયું,
બાપુની માફી હતી, પણ માગતાં મોડું થયું.
બાપની કડવી શિખામણ સાંભળી હસતો હતો,
એ જ સાચી નીકળી, ને વાગતાં મોડું થયું.
ગ્રંથ, ગીતા, વેદ વાંચ્યા, સંત સૌ સેવ્યા છતાં,
ભીતરી ઊંડાણ મારું તાગતાં મોડું થયું.
ક્રોધ, મત્સર, લોભ, ઈર્ષા, ભીતરે વર્ષો સુધી,
હાથથી ગઈ જિંદગી, ત્યાં ત્યાગતાં મોડું થયું.
આ પરાગે પણ ઘણી ગઝલો લખી પ્રેમે ભરી,
એ બધી મારી કથા છે, લાગતાં મોડું થયું.
– પરાગ રતનપરા
#ગઝલ #પસ્તાવો #પિતા #આત્મજ્ઞાન #જીવનબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Regret #FathersAdvice #SelfRealisation #LifeLessons #ParagRatanpara