← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારો દેશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ છે મારો દેશ, ભાઈ, આ છે મારો દેશ,
અલગ અલગ બોલી-ભાષા, ને અલગ અલગ વેશ.

હિમાલય માથે મુગટ, ને દરિયો પગ પખાળે,
ગંગા-જમના-નર્મદાનાં નીર ગીત ગાય ઢાળે;
ખેતરમાં ખેડુ ગાય, ને સરહદ પર જવાનનો સંદેશ…
આ છે મારો દેશ…

દિવાળી, ઈદ ને નાતાલ, સૌ સાથે ઊજવાય,
એક થાળીમાં ખીચડી, ને બિરયાની પીરસાય;
કોઈ મંદિર, કોઈ મસ્જિદ, પણ એક જ છે આદેશ…
આ છે મારો દેશ…

પરાગ કહે: હજી ક્યાંક ભૂખ છે, ક્યાંક છે અંધારું,
ચાલો, સાથે દીવો કરીએ, ઘર ઘર થાય સવારું;
ઝંડો ઊંચો રાખીએ, ને હૈયે ન રાખીએ દ્વેષ…
આ છે મારો દેશ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબંદગીઆગલો લેખ →મોડું થયું