← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તો ખરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બંધ હૈયાનાં તમે આ દ્વાર ખોલો તો ખરા,
મૌન તોડી એક મીઠું વેણ બોલો તો ખરા.

એક પલ્લે છે રુદન, ને એકમાં સ્મિત, ને પછી
જિંદગીનાં ત્રાજવાંમાં આજ તોલો તો ખરા.

મેહ વરસે બ્હાર, ને આ મોર ટહુકે ડાળ પર,
નાચતા એ મોરની સંગાથ ડોલો તો ખરા.

પડ ઉપર પડ છે ચડાવ્યા, ભીડમાં ફરતા તમે,
ડુંગળીની જેમ એ પડ એક છોલો તો ખરા.

શીખ આ દીધી પરાગે, ફી નથી, બસ એટલું:
આ ગઝલના પેજને પણ આજ ‘ફોલો’ તો ખરા!

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનજીવો #મોકળુંમન #દંભ #હળવીવાત #પરાગરતનપરા
#GujaratiGhazal #JustTry #OpenYourHeart #Masks #LightHumour #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવાદળીઆગલો લેખ →વાડ