આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૬ / ૪૧
ધોધ ગાજે, મેઘ વરસે, આજ ઘાટી ગાય છે, ઝાડ નાચે, પાન તાળી, મસ્ત કેડી ગાય છે.
કેમ બીજું હું વિચારું? શ્વાસ તારું નામ છે, જીવવાનું એક કારણ, આસ તારું નામ છે.
એક ચકલી છીંક ખાતી, લાખ વાતો ગામમાં, કોણ કોનો છે સગો, ને કેમ નાતો? ગામમાં.
ન બોલ્યાં હોઠ, પણ સઘળું ભરી આંખે કહી દીધું, કબૂલ્યો પ્રેમ, ને ચંદા-ગગન સાખે કહી દીધું.
ઊંઘમાં છે બધા, ચેતના, જાગ તું, રાતભર જે રમી, કલ્પના, જાગ તું.
ભલે નાવ ડૂબી, કિનારો હજી છે, ઘણી રાત કાળી, સિતારો હજી છે.
હજી મ્હેકે, પડી છે બા તણી સાડી પટારામાં, સજેલી ઢીંગલી જાણે નવી લાડી પટારામાં.
તણાયો પૂરમાં, તો પણ કિનારે મેં હસી લીધું, હતું ખિસ્સું ય ખાલી, ને ઉધારે મેં હસી લીધું.
હોઠ પર મુસ્કાન રાખી, ઝાંઝવાનો જામ છે, આ તરસનો ખેલ, ને આ ઝંખનાનો જામ છે.
હું હજી એ બાળપણમાં ઝૂલતો આંબા તળે, ગોઠિયા સાથે ગિલોલે ખેલતો આંબા તળે.
ના મળે મંઝિલ ભલે, હું આંધળો ચાલ્યા કરું, પગ ભલે છોલાય, તો યે પાંગળો ચાલ્યા કરું.
આખું ગગન ના જોઈએ, થોડી ખુશી બસ છે મને, સાગર ભલે તારો રહે, મીઠી નદી બસ છે મને.
પરોઢે ગુલાલી થયું ગગન, આહા! સુગંધી ભરી લઈ ચલે પવન, આહા!
હાડકાં ખખડી ગયાં, બસ ઝાટકા રસ્તા ઉપર, ચંદ્રની ધરતી મળી, શા ચાંદલા રસ્તા ઉપર!
નથી શબ્દની, એ નજરની ગઝલ, હૃદયથી હૃદયની સફરની ગઝલ.
આંસુઓ પાંપણ પછીતે, દર્દ છાનાં રાખ મા, ના મળાયું તો ભલે, પણ તું બહાનાં રાખ મા.
કોઈ ના આવ્યું કદી, તે આવશે મર્યા પછી, રોટલો જેને ન મળ્યો, ભાવશે મર્યા પછી.
રાતભર પાંપણ ઉઘાડી, વાટને જોયા કરું, તું ગયો જે ઘાટથી, એ ઘાટને જોયા કરું.
ભાષણો લાંબાં ભલે, પણ જાન ક્યાં છે શબ્દમાં? રોજ ગોખે સૌ સુવાક્યો, ભાન ક્યાં છે શબ્દમાં?
આથમે છે રોજ, તોયે ઊગશે સૂરજ ફરી, ઠેસ વાગે, તોય ઊઠી બાંધશું ધીરજ ફરી.
એક ભીની, એક હસતી, એક કાલી આંખ છે, જે ઢળે તારી નજરથી, એ જ વ્હાલી આંખ છે.
આશિષો નાની પડી, ને ખર્ચ મોટો લગ્નમાં, સાત ફેરા ગૌણ છે, ને મુખ્ય ફોટો લગ્નમાં.
બ્હારથી કોરો હતો હું, ભીતરે ભીનો હતો, આંખ કોરી, પણ હૃદયના અંતરે ભીનો હતો.
નમ્ર સંતો જોઈને સૌ ડુંગરો ઝૂકી ગયા, કોઈની પીડા લખી તો અક્ષરો ઝૂકી ગયા.
સાંજનો ધીમો ગળેલો આ ઉદાસ અવાજ છે, ઓરડામાં તંબુરાનો એક જૂનો સાજ છે.
હતી એક ઇચ્છા, અધૂરી રહી ગઈ, હતી જે જરૂરી, જરૂરી રહી ગઈ.
હાથ ફેલાવી બરફને ઝીલતાં આ ઝાડ છે, મૌનનું ઓઢી બરફ, બેઠો સમાધિ-પહાડ છે.
નગર જાવા ચડું ગાડે, નમી ડાળી મને રોકે, હજી મા પીરસે ભાણું, ભરી થાળી મને રોકે.
જિંદગી આખી વહી ગઈ ચાહવાની ભૂલમાં, શેષ ગઈ એ ભૂલને બસ ભૂલવાની ભૂલમાં.
આ ઉધઈ જેવો સમય મુજ અક્ષરોને કોતરે, ને પછી ધીમે રહી એ ઉંબરોને કોતરે.
ના ચડે માથે હવે ક્યાંયે ઉધારી આ વરસ, મ્હોરજો આંગણ મહીંની ફૂલ-ક્યારી આ વરસ.
ફ્લેટ, ગાડી, ફોન — હપ્તા પર ટકેલી શાન છે, ઊગતે મહિને જ આવે બેંકનું ફરમાન છે.
તને ચાહવામાં કલંદર થયો, હતો બિંદુ, પણ હું સમંદર થયો.
દૂરથી હું સાદ પાડું, ક્યાં કિનારો સાંભળે? નાવ તૂટી, ને હવે કોનો સહારો સાંભળે?
ભૂખને ‘ઉપવાસ’ નામે વેચવાનું કામ છે, ને ગરીબીનું અહીં તો ‘સાદગી’ શું નામ છે!
સાંજ ઢળતાં અંધકારે પાથરી આ જાળ છે, એક ટહુકો પણ નથી, ને સૂનમૂની ડાળ છે.
એક પળ તેં હાથ ઝાલ્યો, ને બધું સંગીત છે, રક્તમાં વાગે સિતારો, શ્વાસ સઘળાં ગીત છે.
ગાલ ગોરા, આંખ મોટી, વાહ! શી તસવીર છે! આયનો બોલ્યો: ‘અરે, આ કોઈ બીજો પીર છે!’
ગયું ખોવાઈ આખું આ સવારે નગર ધુમ્મસમાં, ન દેખાતી કશે કેડી, ન સૂઝે ડગર ધુમ્મસમાં.
નામ મારું યાદ ના, પણ આંગળીમાં વ્હાલ છે, આયનો ના ઓળખે, પણ ઓળખીતો ગાલ છે.
ઢળી પાંપણો ને નશીલી નજર, ઉઠી ત્યાં બની એ હઠીલી નજર.
વરસ સાથ ચાલ્યાં, મળીને અજાણ્યાં, છતાં એક છતમાં, હસીને અજાણ્યાં.
ફેસબુક પર મિત્ર મારા આમ પાંચ હજાર છે, ને ચિતાએ માંડ આવ્યા ગામના બસ ચાર છે.
ધખે ધૂળ, ઝાડે નમેલી બપોરે, નથી કોઈ ઘરમાં, તપેલી બપોરે.
હોઠ મૂંગા, ને નયનથી થાય સઘળી વાત છે, મૌનમાં વીતી અમારી એ સુહાની રાત છે.
મંચ પરથી ગાજતો નેતા જ મોટો ઢોલ છે, જેમ ગાજે જોરમાં, એવી જ ભીતર પોલ છે.
એક ઘૂંટે હું અધૂરી જિંદગીને પી ગયો, ચાંદ ઢળતી રાતની એ ચાંદનીને પી ગયો.
ઘર ગલી ભૂલી ગયો, ના કોઈ વાણી ઓળખે, માત્ર તારા ગામનું, બસ, એક પાણી ઓળખે.
હાથમાં ડિગ્રી, ગળામાં ટાઈ, ને એ પાસ છે, નોકરીમાં ‘ઓળખાણે’ જે ગયો, તે ખાસ છે.
ઘરે આજ ઉત્સવ, હસીને પધારો, અમારી કુટિર છે, નમીને પધારો.