કોતરે
આ ઉધઈ જેવો સમય મુજ અક્ષરોને કોતરે,
ને પછી ધીમે રહી એ ઉંબરોને કોતરે.
દીકરીઓ ઊડતાં ઘર સાવ સૂનાં થઈ ગયાં,
યાદ પાછી રોજ આવી પિંજરોને કોતરે.
ટેકરીના એક પથ્થર પર લખેલાં નામ બે,
વાયરો ભીનો હવે એ પથ્થરોને કોતરે.
લગ્નના આલ્બમ મહીં હળદર હવે ઝાંખી પડી,
કાળની આ ધૂળ ધીમે અવસરોને કોતરે.
શું પરાગે સાચવેલી મ્હેકને ભૂંસી શકે?
કાળ તો શીશી મહીંનાં અત્તરોને કોતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #સ્મરણ #ઘસારો #જૂનીયાદો #પરાગરતનપરા
#GujaratiGhazal #TimeErodes #Memories #FadingPhotographs #Impermanence #ParagRatanpara