કલંદર
તને ચાહવામાં કલંદર થયો,
હતો બિંદુ, પણ હું સમંદર થયો.
ઉતાર્યા અહમના બધા વસ્ત્ર મેં,
હવાનાં જ વાઘા, દિગંબર થયો.
તને રાહ જોતાં બિછાવી નજર,
નમી આંખ, ઊભો જ પથ્થર થયો.
ગલી આ ગણે છે મને ‘બાવરો’,
ફકીરો કહે, ‘તું પયંબર થયો.’
પરાગે ઉડાડી બધી જાતને,
હવામાં મળી, એ બવંડર થયો.
– પરાગ રતનપરા
#ગઝલ #દીવાનગી #સૂફી #ફકીરી #ઇશ્ક #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiLove #DivineMadness #Surrender #Mysticism #ParagRatanpara