અજાણ્યાં
વરસ સાથ ચાલ્યાં, મળીને અજાણ્યાં,
છતાં એક છતમાં, હસીને અજાણ્યાં.
તમે ભીંત પાસે, અમે બારણાંએ,
ઉજાગર હતાં બે, રડીને અજાણ્યાં.
નથી ત્યાં હવે કોઈ ઝઘડો, ન વાતો,
હવે થઈ ગયાં, બસ લડીને અજાણ્યાં.
શમા ને પતંગો હતાં સાથમાં બે,
પરોઢે ગયાં એ બળીને અજાણ્યાં.
પરાગે હવા સંગ માંડ્યો ઘરોબો,
છતાં ફૂલ-ફોરમ વસીને અજાણ્યાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #દાંપત્ય #અંતર #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #EstrangedHearts #SilentMarriage #Distance #Loneliness #ParagRatanpara