← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નજર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળી પાંપણો ને નશીલી નજર,
ઉઠી ત્યાં બની એ હઠીલી નજર.

નથી જામ ચાખ્યો કદી મેં, છતાં
ચડાવે નશો એ રસીલી નજર.

હતી વાંસળી ચૂપ, રાધા અબોલ,
કરે વાત બસ એ છબીલી નજર.

હતા લાખ દીવા દિવાળી તણા,
છતાં ઝળહળી એ સજીલી નજર.

પરાગે ભરી મ્હેક શ્વાસે, અને
બની ગીત, એ થઈ સુરીલી નજર.

– પરાગ રતનપરા

#ગઝલ #નજર #શૃંગાર #રાધાકૃષ્ણ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Glance #RomanticPoetry #RadhaKrishna #EyesSpeak #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઓચિંતા મહેમાનઆગલો લેખ →અજાણ્યાં