← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓચિંતા મહેમાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓચિંતા આવ્યા મહેમાન, હવે હું શું રે રાંધું?
ખાલી ડબ્બા ખખડે, એમાં કોનું ભાણું બાંધું?

મેં તો સાડલો ઝાટક્યો ને ઝટ ઓઢ્યું સ્મિત,
રસોડામાં ગઈ ત્યાં મારા દિલમાં ઊઠી બીક;
પતિદેવ તો હસી હસીને ડાયરો જમાવે, હું આંસુ ગાંઠે બાંધું…
ઓચિંતા આવ્યા…

પડોશણને ત્યાંથી લાવી વાટકી ભરીને દાળ,
શાકમાં નાખ્યાં બટાકાં બમણાં, પાણી ભેળ્યું પાતાળ;
‘વાહ, ભાભી!’ સાંભળી હું તો મનમાં મનમાં નાચું…
ઓચિંતા આવ્યા…

પરાગ કહે: ઓડકાર ખાઈ મહેમાન જ્યાં ઊઠ્યા,
જતાં જતાં બોલ્યા: ‘કાલે આખું ઘર લઈ આવશું!’ — ત્યાં મારા હોશ જ છૂટ્યા;
હવે કહો, આ ખાલી ડબ્બામાં કાલે શું રે રાંધું?…
ઓચિંતા આવ્યા…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખગયું પાણીઆગલો લેખ →નજર