← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોયા કરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર પાંપણ ઉઘાડી, વાટને જોયા કરું,
તું ગયો જે ઘાટથી, એ ઘાટને જોયા કરું.

બાપુજી ચાલ્યા ગયા, પણ ઓસરીમાં આજ પણ
એમની ખાલી પડેલી ખાટને જોયા કરું.

બાળપણમાં જ્યાં ગયો મેળે, ન’તો પૈસો કને,
દૂર ઊભો, બસ રમકડાં-હાટને જોયા કરું.

જે દિવસ ગ્યો દીકરો, એ ગામના સ્ટેશન પરે
સાંજ પડતાં, એકલી, એ પાટને જોયા કરું.

બાગ ખીલ્યો છે બધે, ને મ્હેકતો ઊડે ‘પરાગ’,
હું ભમર થઈ, રંગ ને આ ઠાઠને જોયા કરું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #સ્મૃતિ #પિતા #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Memories #Longing #EmptySpaces #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમર્યા પછીઆગલો લેખ →દીપ-ઉજાસ