← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારું નામ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેમ બીજું હું વિચારું? શ્વાસ તારું નામ છે,
જીવવાનું એક કારણ, આસ તારું નામ છે.

પૂનમે મન મોરલું થઈ નાચતું ગરબે ચડી,
એ જ તાલી, એ જ ઠેકો, રાસ તારું નામ છે.

ઝાંઝવાં પાછળ ભટકતો હું હરણ થઈ રાત-દી’,
હોઠ પર જે તરફડે, એ પ્યાસ તારું નામ છે.

ડૂબતો’તો હું ભમરમાં, ના તણખલું કોઈ પણ,
હાથ પકડે, એ જ તો વિશ્વાસ તારું નામ છે.

ફૂલ ખરતાં પણ હવામાં જે બચે છે, ઓ ‘પરાગ’,
એ જ ખુશ્બૂ, એ જ ભીની વાસ તારું નામ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #પ્રિયજન #શ્વાસ #વિશ્વાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Beloved #Faith #EternalLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખિસ્સાભર બાળપણઆગલો લેખ →વાઈફાઈ વિના નહીં ફાવે