← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધોધ ગાજે, મેઘ વરસે, આજ ઘાટી ગાય છે,
ઝાડ નાચે, પાન તાળી, મસ્ત કેડી ગાય છે.

ગોફણે પંખી ઉડાડે છોકરો મેડા પરે,
ને ચણાના ખેતરે ત્યાં તોય પંખી ગાય છે.

ધૂળ પર વરસાદનાં ટીપાં પડે, મ્હેકે બધું,
ભીંજતી, હરખે ભરેલી, સાવ ધરતી ગાય છે.

કોયલે ટહુકાર દીધો, આંબલો મ્હોર્યો પછી,
મંજરીના ભારથી ઝૂકેલ ડાળી ગાય છે.

આ ‘પરાગે’ મ્હેકતાં જાણ્યું ખરું એ ગામમાં:
હું નથી ગાતો કશું, આ મૂળ, માટી ગાય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રકૃતિ #ચોમાસું #ગામ #માટીનીમહેક #પરાગરતનપરા
#GujaratiGhazal #NaturePoetry #Monsoon #VillageLife #SongOfTheSoil #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક ટહુકોઆગલો લેખ →સપનાનો શામળિયો