← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સપનાનો શામળિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સપનામાં શામળિયો આવ્યો, પાંપણ પર બેસી ગયો,
જાગી જોઉં તો આંખ ભીની, ને શ્યામ ક્યાંક વહી ગયો.

વાંસળીના સૂર રેલાયા, ઓરડો આખો મ્હોર્યો,
માખણ માગ્યું હસતાં હસતાં, ને મનનો ગઢ તોડ્યો;
પાછું વળી જોઉં ત્યાં તો સપનું સંકેલી ગયો…
સપનામાં શામળિયો આવ્યો…

સખી કહે: ‘તું ઘેલી થઈ છે, રાતદિ’ સપનાં ગૂંથે,’
હું કહું: ‘જો ઓશીકે મારે મોરપીંછનો રંગ ઊગે!’
સપનું હતું, તો શાને આખો ઓરડો મ્હેકી રહ્યો?…
સપનામાં શામળિયો આવ્યો…

પરાગ કહે: રાધાનાં સપનાં જાગતાંથી ય સાચાં,
જાગતું જગ તો છેતરે, ને સપનાં ના બોલે કાચાં;
સાચો શ્યામ તો એને જ મળે, જે સપને સૂઈ રહ્યો…
સપનામાં શામળિયો આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગાય છેઆગલો લેખ →ગણપતિ વંદના