← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગણપતિ વંદના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રથમ નમું ગણરાય તમોને, વિઘ્ન હરો વરદાતા,
લાડુ-મોદક થાળ ધર્યા, ઓ ગૌરીનંદન ત્રાતા.

નાનું સરખું વાહન ઉંદર, તોય ચડે ગજરાજ,
મોટું પેટ સમાવે સઘળાં જગનાં દુઃખ ને દાઝ;
નાના મનને મોટું કરવા, શીખવો તમે વિધાતા…
પ્રથમ નમું ગણરાય…

મોટા કાને સાંભળો સૌનું, નાની આંખે ઝીણું,
લાંબી સૂંઢે પારખો સાચું, તોડો દંભનું ચીણું;
એક દંતથી લખ્યું મહાભારત, એવા જ્ઞાનના દાતા…
પ્રથમ નમું ગણરાય…

પરાગ કહે: ફૂલ ધરું હું દૂર્વાની સંગાથે,
શુભ-લાભ લખું ઉંબરે, કંકુ લઈને હાથે;
ઘર-આંગણ ને હૈયે આવો, રિદ્ધિ-સિદ્ધિના ભ્રાતા…
પ્રથમ નમું ગણરાય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસપનાનો શામળિયોઆગલો લેખ →ડોસો-ડોસી