મૌન
હોઠ મૂંગા, ને નયનથી થાય સઘળી વાત છે,
મૌનમાં વીતી અમારી એ સુહાની રાત છે.
ભીડમાં બકબક કરીને હું થયો ખાલી ખખડ,
મૌન બેઠો એક પળ, ત્યાં ઊઘડી એ જાત છે.
શબ્દના બાણો ચલાવ્યાં બેઉએ તકરારમાં,
એક ચુપકી એ જ જીતી, શબ્દની તો માત છે.
બાપુ મારા ના કદી બોલ્યા ‘ગમે છે તું મને’,
હાથ માથે મૂકતા, એ મૌનની સોગાત છે.
ફૂલ ના બોલે કશું, બસ મ્હેકથી બોલે ‘પરાગ’,
મૌનની ભાષા ઉઘાડે બાગમાં પરભાત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #મૌનનીભાષા #પિતા #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #LanguageOfSilence #Father #SelfDiscovery #ParagRatanpara