વ્હાલ
નામ મારું યાદ ના, પણ આંગળીમાં વ્હાલ છે,
આયનો ના ઓળખે, પણ ઓળખીતો ગાલ છે.
રોજ પૂછે: ‘કોણ છો?’ ને રોજ હું પરિચય દઉં,
ને હસી પૂછે મને પણ: ‘બોલ, કેવા હાલ છે?’
આજ ભૂલી, કાલ ભૂલી, વર્ષ સઘળાં વીસરી,
તોય લોરી ગાય છે, ને યાદ એનો તાલ છે.
એ જ થીજેલી હથેળી, એ જ ભીની આંખ, ને
ધ્રૂજતા હાથે મને ઓઢાડતી એ શાલ છે.
ફૂલ ભૂલી જાય ડાળી, તોય એનો ઓ ‘પરાગ’,
મૂળને તો મ્હેકનો હર શ્વાસમાં બસ ખ્યાલ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #વિસ્મૃતિ #મમતા #હાલરડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MemoryLoss #UnconditionalLove #Lullaby #ParagRatanpara