← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉખાણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું એક ઉખાણું છું —
નવ મહિનાનું.

ભારે ડગલે ચાલતું એક ઘર,
જેની અંદર
કોઈ બીજું ઘર ઝૂલે છે.

હું તરબૂચ, હું માટલું,
હું ફુગ્ગો —
જેમાં કોઈ શ્વાસ ભરે છે
રોજ થોડો થોડો.

રાતે કોઈ અંદરથી
ટકોરા મારે,
જાણે પૂછે: ‘બારણું ક્યારે ખૂલશે?’

લોકો પૂછે છે: ‘છોકરો કે છોકરી?’
હું કહું છું:
‘એક આખી દુનિયા —
જે હજી
મારા ધબકારાથી જ
સમય ગણે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભોરઆગલો લેખ →પ્રેમને મળવા પ્રેમ