← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ત્રણ અધૂરાં વાક્ય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં લખ્યું:
‘કેમ છે?’

બે ભૂરી ટિક
થઈ ગઈ.
પછી કશું નહીં.

હું રાહ જોતો રહ્યો.
‘ટાઇપિંગ…’
આવ્યું ને ગયું —
ત્રણ વાર.

ત્રણ વાર
તું કંઈક કહેવા આવી
ને પાછી વળી ગઈ.

જવાબ નથી આવ્યો,
પણ મને મળી ગયો:
ત્રણ અધૂરાં વાક્યોનો
એક આખો પત્ર.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનાનું થયુંઆગલો લેખ →ભજનમાં