થોડું અંતર
બે વૃક્ષો
પાસે પાસે ઊગ્યાં હતાં.
માળીએ કહ્યું:
‘થોડું અંતર રાખો,
નહીં તો
એકબીજાનો તડકો
છીનવી લેશો.’
વૃક્ષો ન માન્યાં.
આજે
બંનેની ડાળીઓ
એકબીજામાં ગૂંથાઈ ગઈ છે,
મૂળ
નીચે ઝઘડે છે,
ને ઉપર
એક જ છાંયડો છે.
લોકો
એ છાંયડામાં બેસીને
વખાણ કરે છે —
‘કેવો સુંદર સંબંધ!’
કોઈ નથી જોતું
કે બંને વૃક્ષો
અડધાં
સુકાઈ ગયાં છે.
– પરાગ રતનપરા