← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાપણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શિયાળાની સવારે
બા
તાપણું કરે છે.
ધુમાડો
આખા ફળિયામાં ફરી વળે,
આંખો બળે,
ઉધરસ આવે.

પણ ગામ આખું
એ તાપણાની આસપાસ
ભેગું થાય છે —
દૂધવાળો,
ટપાલી,
પડોશનાં છોકરાં,
ને એક રખડતું કૂતરું.

શહેરમાં
મારે ઘેર
હીટર છે —
ધુમાડો નહીં,
ઉધરસ નહીં,
ને
કોઈ નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવારતાઆગલો લેખ →ઉજાગરો